જઠરરસનું બંધારણ અને કાર્ય જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જઠરના શ્લેષ્મસ્તરમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. જઠર ગ્રંથિઓમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોષો હોય છે:
$(1)$ શ્લેષ્મ ગ્રીવા કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.
$(2)$ મુખ્ય કોષો (પેપ્ટિક કોષો) જે નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સીનોજનનો સ્ત્રાવ કરે છે.
$(3)$ પેરીએટલ અથવા ઓક્સિન્ટિક કોષો જે $HCl$ અને વિટામિન $B_{12}$ ના શોષણ માટે જરૂરી આંતરિક કારકનો સ્ત્રાવ કરે છે.
જ્યારે ખોરાક જઠરમાં પ્રવેશે છે,ત્યારે જઠરના પાયલોરિક ભાગમાંથી ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ રુધિરમાં મુક્ત થાય છે,જે જઠર ગ્રંથિઓને જઠરરસનો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે.
જઠર ખોરાકનો $4-5$ કલાક સંગ્રહ કરે છે. જઠરની સ્નાયુબદ્ધ દીવાલના વલોવવાની ગતિ દ્વારા ખોરાક એસિડિક જઠરરસ સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે,જેને કાઈમ (chyme) કહેવામાં આવે છે. નિષ્ક્રિય પેપ્સીનોજન હાઈડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા સક્રિય ઉત્સેચક પેપ્સીનમાં રૂપાંતરિત થાય છે. પેપ્સીન પ્રોટીનનું પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરે છે.
$\text{પેપ્સીનોજન} \xrightarrow{HCl} \text{પેપ્સીન} \rightarrow \text{પ્રોટીન} \rightarrow \text{પ્રોટીઓઝ} + \text{પેપ્ટોન્સ}$
જઠરરસમાં રહેલા શ્લેષ્મ અને બાયકાર્બોનેટ્સ જઠરના શ્લેષ્મસ્તરને અત્યંત સાંદ્ર $HCl$ દ્વારા થતા ઘસારાથી બચાવવામાં અને લુબ્રિકેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$HCl$ પેપ્સીનની પ્રક્રિયા માટે અનુકૂળ એસિડિક $pH$ પૂરો પાડે છે. રેનિન એ શિશુઓના જઠરરસમાં જોવા મળતો પ્રોટીઓલિટીક ઉત્સેચક છે,જે દૂધના પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. જઠર ગ્રંથિઓ દ્વારા અલ્પ માત્રામાં લાઈપેઝનો પણ સ્ત્રાવ થાય છે.

Explore More

Similar Questions

પાચનની પ્રક્રિયામાં,તેલયુક્ત અને તળેલા ખોરાકમાં રહેલા લિપિડ્સનું પાચન થઈને તેનું રૂપાંતર . . . . . . અને . . . . . . માં થાય છે.

કયો કાર્બોદિતનું પાચન કરતો ઉત્સેચક મુખગુહામાં પાચનની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનનું પાચન શરૂ કરે છે?

ચરબીનું પાચન કોના દ્વારા સરળ બને છે?

જઠરરસ (gastric juice) ની $pH$ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo